નિતિન ગોહિલ: દહેજથી ઘોઘા જતી રોપેક્ષ ફેરી સર્વિસમાં હાલમાં જ યાંત્રિક ખામી સર્જાવવાના કારણે જહાજ મધદરિયે બંધ પડ્યું હતું. આ મામલે રોપેક્ષ ફેરીની સોમવાર સુધીની તમામ ટ્રીપ રદ કરવામાં આવી છે. જે મુસાફરોનું બુકિંગ કરવામાં આવ્યું હતું તેમને રિફંડ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સર્વિસમાં કાર્ગો ફેરીના સ્થાને ઈન્ડિગો વન જહાજ ચલાવવામાં આવે છે. અત્રે જણાવવાનું કે તા 21મી નવેમ્બરના રોજ થોડા સમય પહેલાં શરૂ કરવામાં આવેલી રો-રો ફેરીનું જહાજ મધ દરિયે ખોટવાઇ ગયું હતું. યાત્રિક ખામી સર્જાતા જહાજ બંધ પડી ગયું હોવાથી મુસાફરોમાં ઉચાટ વ્યાપી જવા પામ્યો હતો. દહેજ થી ઘોઘા તરફ સવારે 11 વાગે આવતી ટ્રીપના જહાજમાં યાંત્રિક ખામી સર્જાઇ હતી જેથી મધ દરિયે 3 માઇલ વચ્ચે ખોટવાઇ ગયું હતું.
જહાજ દરિયા એક કલાક સુધી બંધ પડી રહ્યું હતું અને મદદ માટેની રાહ જોઇ રહ્યું હતું. ત્યારબાદ જીએમડીને મેસેજ પાસ કરવામાં આવ્યો હતો. જીએમડી દ્વારા ટગની વ્યવસ્થા કરી મુસાફરોને સલામત રીતે ઘોઘા તરફ લાવવા માટેની કવાયત હાથ ધરી હતી. આ જહાજમાં 450થી વધુ મુસાફરો સવાર હતા અને 95થી વધુ કાર સવાર હતી.
ભારતની પ્રથમ RO-PAX ફેરી સર્વિસ ઘોઘા અને દહેજ બંદરો વચ્ચે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે તા.27 ઓક્ટોબર, 2018ના રોજ તેની સફરનો પ્રારંભ કરાયો હતો.. આ જહાજે 'વોયેજ સિમ્ફની' તેની પ્રથમ સફર ઘોઘા ટર્મિનલથી શરૂઆત કરી હતી. આ જ રૂટ ઉપર હાઈસ્પીડ 'પેસેન્જર' ફેરી સર્વિસનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તા.22 ઓક્ટોબર, 2017ના રોજ કરવામાં આવ્યો હતો.
ભાવનગરમાં રો-રો ફેરી જહાજ બંધ પડ્યું, 461 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
ઈન્ડીગો સીવેઝ પ્રાઈવેટ લિમિટેડ (એસપીવી) હેઠળ દહેજ અને ઘોઘા બંદરો વચ્ચે રો-રો ફેરી સર્વિસનું સંચાલન કરનાર ડીટોક્સ ગ્રુપ એ સુરત સ્થિત કંપની છે અને એન્વાયરોમેન્ટલ એન્જીનિયરીગ, ઈન્ડસ્ટ્રીયલ એન્ડ ડોમેસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ અને દેશભરમાં એન્વાયરોમેન્ટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ તથા સંચાલનનો બે દાયકાનો અનુભવ ધરાવે છે. આ રો-રો ફેરી સર્વિસ એ ગુજરાત મેરીટાઈમ બોર્ડ (ગુજરાત સરકાર) અને ઈન્ડીગો સીવેઝ પ્રા.લિ. (આઈએસપીએલ) નો પીપીપી પ્રોજેક્ટ છે.
રો રો ફેરી સર્વિસ પ્રોજેક્ટ વિશે જાણો...
આ પ્રોજેક્ટ ગુજરાતના દહેજ અને ઘોઘા પોર્ટ વચ્ચે ખંભાતના અખાતમાં શરૂ કરાયો છે. આ એક પડકારરૂપ પ્રોજેક્ટ છે, કારણકે અહિંના મોજાઓમાં 11 મીટરથી વધારે વિવિધતા જોવા મળી છે અને તેનો પ્રવાહ દિવસ દરમ્યાન 4 થી 5 નોટીકલ માઈલ્સ જેટલો રહેતો હોય છે. આવી વિપરીત સ્થિતિમાં પ્રોજેક્ટ વિકસાવવો તે ગુજરાત મેરીટાઈમ બોર્ડ માટે સૌથી મોટો પડકાર હતો અને તે ઉપાડી લેવામાં આવ્યો છે. તેમણે તેમની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે અને હવે આઈએસપીએલ ફેરીનું સંચાલન સફળતાપૂર્વક હાથ ધરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે